ગુજરાત પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા તથા સ્નેહમિલન સમારોહ. તારીખ ૧૧ જાન્યુઆરી રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે યોજાઈ.

ગુજરાત પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા તથા સ્નેહમિલન સમારોહ. તારીખ ૧૧ જાન્યુઆરી રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે યોજાઈ.
રિપોર્ટર… અમીન કોઠારી, મહીસાગર
આ પ્રસંગે જાણીતા સાહિત્ય કાર પત્રકાર સંઘના પથદર્શક માનનીય શ્રી યશવંત મહેતાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ.મંચ પર ઉપસ્થિત ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી. આર. પ્રજાપતિ,ઉપપ્રમુખ જગદીશ બ્રહ્મભટ્ટ, ડો.નિખિલભાઈ શાહ, જયેશભાઈ વ્યાસ, નીતિન ખંભોળજા , મહામંત્રી નટવરલાલ ભટ્ટનું ગુજરાત જર્નલ મેગેઝિન એનાયત કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.
મુખ્ય મહેમાન શ્રી યશવંત દાદાનું શાલ,રેંટિયો, ગુજરાત જર્નલ મુકપત્રથી સ્વાગત પ્રમુખ બી.આર. પ્રજાપતિ દ્વારા કરાયું હતું. ગત વર્ષે અવસાન પામેલ પત્રકાર મહાનુભાવોને શ્રદ્ધાંજલિ સમર્પીને વાર્ષિક સભાનું સંચાલન મહામંત્રી નટવરલાલ ભટ્ટે શરૂ કર્યું હતું.૨૦૨૪-૨૫નું વાર્ષિક સરવૈયુ સર્વાનુમતે પસાર કરિને ૨૦૨૬થી ગુજરાત પત્રકાર સંઘના સભ્ય પદની ફી રૂપિયા ૫૦૦થી વધારીને ૧૦૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત પત્રકાર સંઘના સંગઠન, ગુજરાત જર્નલ મુખપત્ર,તથા વેલ્ફેર ટ્રસ્ટના વિકાસ માટે સહાયભૂત થવા પ્રમુખશ્રીએ ઉપસ્થિત સભ્યોને ભાવભરી અપીલ કરી હતી.
જિલ્લા વાર મીટીંગો કરીને સભ્યસંખ્યા ૧૦૦૦ સુધી પહોંચાડવા સર્વે હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો હતો.બીજા નવા ફૂટી નીકળેલા પત્રકાર સંગઠનો ૧૦૦૦૦,૧૫૦૦૦ પત્રકારો નોંધવાનો દાવો કરેછે,ગમે તે લોકોને આડેધડ પત્રકાર બનાવી દે છે,જેને પત્રકાર ધર્મનું ભાન નથી તેવા લોકો સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કાર્યો કરે છે.ગુજરાત પત્રકારસંઘમો આવા કોઈ તોડબાજ પત્રકારો નથી તેમ જણાવી પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પત્રકાર સંઘના ૧૦ વરસથી વધુ સમયથી સભ્યપદ ધરાવનારને તેમની સુદીર્ઘ સેવા માટે સન્માનપત્ર આપવામાં આવશે. પોતાના વિસ્તારમાં થી એકજ મિટિંગમાં ૧૫૦ થી વધુ પત્રકાર સભ્યો નોંધવા બદલ મહામંત્રી શ્રી નટવરલાલ ભટ્ટને બિરદાવવામાં આવ્યા હતા.
છેલ્લા ૨૫ વરસોથી પત્રકાર સંઘનું સફળતાપૂર્વક સુકાન સંભાળતા શ્રી બી.આર. પ્રજાપતિએ તમામ હોદ્દેદારો તથા પત્રકાર સાથીઓનો સહકાર બદલ આભાર માન્યો હતો.સંઘના તમામ સભ્યો વેલ્ફેર ટ્રસ્ટ માં જોડાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો.હાલની સ્વર્ગસ્થ પત્રકારના પરિવારને મળતી ૨૫૦૦૦ની રકમ વધારીને રૂપિયા એક લાખ સુધી કરી શકાય તે માટે ટ્રસ્ટનું ભંડોળ વધારવા માટે પ્રયત્નો કરવા દિશાનિર્દેશ કરવામાં આવ્યા હતા.
ગુજરાત જર્નલ મુખપત્રને એક વરસ સુધી માસિક જાહેરાત નો સહયોગ આપવા બદલ અમદાવાદની જાણીતી મલ્ટી સુપરસ્પેશિયલિટી ધરાવતી જીવરાજ મેહતા હોસ્પિટલ નો ,તેમના ટ્રસ્ટીશ્રીઓનો,કરાર કરવામાં સહયોગ આપવા બદલ શ્રી વિજય મહેતાનો હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો.




ઉપસ્થિત સાહિત્યકાર શ્રી પરિક્ષિત જોશીએ પ્રિન્ટ મીડિયા થી લઈને ઇલેક્ટ્રીક તેમજ સોશિયલ મીડિયાના પત્રકારત્વ નો પ્રાસંગિક ચિતાર આપ્યો હતો. અધ્યક્ષ શ્રી યશવંત દાદાએ કલીયુગમાં સંગઠનશક્તિનો મહિમા વર્ણવ્યો હતો. ભૂતકાળમાં ગુજરાત પત્રકાર સંઘની સંગઠનશક્તિનો કેવો સુવર્ણયુગ હતો તેની જાણકારી આપી હતી . પત્રકાર સંઘના કાર્યાલય તેમજ વરિષ્ઠ પત્રકારો ના પેન્શન માટે રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકારના ધ્યાન દોરવા માટે કાર્યવાહી કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું પ્રમુખ શ્રી બી. આર.પ્રજાપતિએ જણાવ્યું હતુ.





