DAHODGUJARAT

દાહોદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

તા. ૧૭. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક સાધારણ સભા તારીખ.૧૭.૧૦.૨૦૨૪ ગુરુવારના રોજ સવારે.૧૦.૦૦ કલાકે ડો હરિલાલ શેઠ રેડક્રોસ ભવનના “સુંદર શોભા” મેમોરિયલ હોલમાં રેડક્રોસ સોસાયટી જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમાહર્તા યોગેશ નિરઞુડે સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી .જેમાં ગુજરાત રાજ્ય શાખાના પ્રતિનિધિ તરીકે ભરતભાઈ પરમાર, ચેરમેન અરવલ્લી જિલ્લા બ્રાન્ચ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહેમાનઓ નો પરિચય અને શાબ્દિક સ્વાગત સંસ્થાના ચેરમેન ગોપાલભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનઓનું બુકે, સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .સાથે ભાવી આયોજનની પણ માહિતી આપી. એજન્ડા મુજબની કાર્યવાહી મંત્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવી .વાર્ષિક ઓડિટેડ હિસાબ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા મંજૂર કરવામાં આવ્યા .આ પ્રસંગે વર્ષ દરમિયાન સૌથી વધુ યુનિટ બ્લડ કલેક્શન કર્યું હોય તેવી સંસ્થાઓને પ્રમુખ અને કલેકટર ના હસ્તે બુકે, સર્ટિફિકેટ, મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત આજીવન સભ્યોને આઈકાર્ડ અને પીન આપવામાં આવી. આભાર વિધિ કારોબારી સભ્ય અમીરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સહમંત્રી સાબીર શેખ દ્વારા કરવામાં આવ્યું .આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ અને કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ પરમાર ગટેશભાઈ ક્ષૌત્રિય રાજેશભાઈ બચ્ચાની સુરેશભાઈ રામચંદાની મુકુંદભાઈ કાબરાવાલા તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારઓ આજીવન સભ્યઓ ,સ્ટાફ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!