વડગામ વિધુત કર્મચારી ધિ.અને ગ્રા.સ.મં. ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

9 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ વિધુત કર્મચારી ધિ.અને ગ્રા.સ.મં. ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.અંદાજે વાર્ષિક દોઢ કરોડ નું ટર્ન ઓવર કરતી વડગામ વિધુત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી વાર્ષિક સાધારણ સભા રવિવારે વડગામ યુજીવીસીએલ સેવા સંકુલ ખાતે નાયબ ઈજનેર એ.બી. સોલંકી ની અધ્યક્ષતા માં યોજાઈ હતી. પ્રમુખ રાજુભાઈ જોષી એ વર્ષ 2024-25, ના હિસાબો, ખચૅ વાઉચર, ગતસભા નું પ્રોસિડીગ વાંચી સંભળાવ્યું હતું જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. મંત્રી કનુભાઈ પ્રજાપતિ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિધુત કર્મચારી મંડળ ના પ્રદેશ અગ્રણી ગુલાબ સિંહ હડિયોલ (રણછોડપુરા), ઉપપ્રમુખ ભરતભાઈ ચોરાસીયા તથા તમામ કારોબારી સભ્યો એ સભાના અધ્યક્ષ નાયબ ઈજનેર એ.બી.સોલંકી તથા મહેમાનો નું વિશિષ્ટ સન્માન કરી આવકાર્યા હતા. આ અંગે વડગામ વિધુત કર્મચારી ધિ.અને ગ્રા.સ.મં પ્રમુખ રાજુભાઈ જોષી એ જણાવ્યું હતું કે જુન, જુલાઈ માં વય નિવૃત થતાં તમામ કમૅચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ 






