
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું
પેટા બોક્સ:- ટીંટોઇ એસપી મનોહરસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને પોલીસ દરબાર તથા લોક દરબાર યોજાયો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લા એસ.પી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને પોલીસ દરબાર તથા લોક દરબાર યોજાયો હતો પોલીસ દરબારમાં પોલીસ સ્ટેશનના પી.આઇ કે આર દરજી તથા પી.એસ.આઇ હિતેન્દ્રસિંહ રાઠોડ અને પોલીસ સ્ટાફ સાથે એસ.પી મનોહરસિંહ જાડેજા એ પોલીસ સ્ટેશન ખાતે થતી કાર્યવાહી અને કામગીરીની સમીક્ષા કરી હતી
ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આર દરજી તથા પીએસઆઇ એચ.બી. રાઠોડ તથા પોલીસ કર્મીઓ દ્વારા એસ.પી મનોહરસિંહ જાડેજા ને સલામી અપાઇ હતી ત્યારબાદ એસ.પી મનોહરસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો હતો લોક દરબારમાં ટીંટોઈ તથા આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામજનો માજી સરપંચો, સરપંચો વેપારી મિત્રો આગેવાનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા લોક દરબારમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોની રજૂઆત સાંભળી રજૂઆતો પર અમલ કરવા ટીંટોઇ પોલીસ સ્ટેશન ના અધિકારીઓને રજૂઆતો પર અમલ કરવા સૂચના અપાઈ હતી.મોડાસાના ડીવાયએસપી જે.ડી.વાઘેલા સહિત અન્ય પોલીસ કર્મીઓ પણ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં અરવલ્લી પોલીસ વિભાગ દ્વારા નિશુલ્ક આંખોનું ચેક અપ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જરૂરત મંદ લોકોએ પોતાની આંખનું ચેક અપ કરાવ્યું હતું.




