
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નખત્રાણામાં પશ્ચિમ કચ્છ ગુર્જર ગુરુ ગરવા સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન અને સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
નખત્રાણા,તા.5: નખત્રાણા મુકામે આવેલા પરમ પૂજ્ય સંતશ્રી ત્રિકમ સાહેબ મંદિર ખાતે પશ્ચિમ કચ્છ ગુર્જર ગુરુ ગરવા સમાજ દ્વારા વાર્ષિક ઉત્સવ અને સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજની સમિતિ દ્વારા આમંત્રિત મહેમાનોનું સંત શ્રી ત્રિકમ સાહેબની તસવીર અને શાલ અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહ મિલન સમારોહમાં પશ્ચિમ કચ્છ ગુર્જર ગુરુ ગરવા સમાજના શેખા, પુરાણીયા અને દવે પરિવારના વડીલો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પરંપરાગત પાટકોરી, સંતવાણી અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેનો સર્વે જ્ઞાતિજનોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.
આ તકે સમાજમાં શિક્ષણના વ્યાપ અને અન્ય સામાજિક સુધારાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી લાલજીભાઈ શેખાએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જયંતિભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું તેમ વાલજીભાઈ દવેની યાદીમાં જણાવાયું છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



