ARAVALLIGUJARATMODASA

મોડાસા : ધી.મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.લી.ના ચેરમેન પર મિટિંગમાં હુમલાની ઘટના, 7 લોકો સામે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા : ધી.મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.લી.ના ચેરમેન પર મિટિંગમાં હુમલાની ઘટના, 7 લોકો સામે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ

ધી. મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.લી.ના ચેરમેન તરીકે છેલ્લા ચાર વષૅથી સેવા આપતા તેમજ ઘી,ઘાંચી આરોગ્ય મંડળમા ટ્રસ્ટી તરીકે બે વષૅ થી પણ સેવા આપતા ચેરમેન 7/09/2025 ના રોજ ઘી.ઘાંચી આરોગ્ય મંડળના કારોબારી સભ્યોની આશરે દસેક વાગ્યે મદની હાઇસ્કુ લ મોડાસાની પાછળ આવેલ નસીંગ કોલેજના હોલમા મીંટીગ રાખવામા આવેલ હતી અને આ મિટીંગ ઘી.ઘાંચી આરોગ્ય મંડળના ચેરમેન હબીબભાઇ અહેમદભાઈ ઇપ્રોલીયાના અધ્યક્ષ સ્થાને આયોજીત કરવામા આવેલ હતી. આ મિટીંગમા ટ્ર્સ્ટી તરીકે ફરિયાદી તથા કારોબારી સભ્યો આશરે ચાલીસેક હાજર હતા અને મિટીંગમા ઘી. ઘાંચી આરોગ્ય મંડળ દ્રારા ચાલતી હોસ્પીટલના લગતા મુદ્દાઓની ચર્ચા ચાલતી હતી તે દરમ્યાન ચેરમેન હબીબભાઇને ઘાંચી આરોગ્ય મંડળની હોસ્પિટલ ના હિસાબો બાબતે તથા હોસ્પીટલમા ફરજ બજાવતી બે બહેનોને નોકરી માંથી છુંટા કરવા નોટીસ આપેલ છે તે બાબતે પ્રશ્ન કરતા ત્યાં હાજર કારોબારી સભ્ય જાવેદહુસેન અહેમદહુસેન ટીંટોઇયા ઉભો થઇ ફરિયાદી ને કહેવા લાગેલ કે તારે કેમ આ બધા પ્રશ્નો બાબતે પુછવુ પડે..? અમો કોઇ પ્રશ્નો કરતા નથી તો તુ કેમ પ્રશ્નો કરે છે..? જેથી ફરિયાદીએ જાવેદભાઈને કહેલ કે હું ટ્રસ્ટી છું જેથી મે પ્રશ્નો કરેલ છે તેમ કહેતા આ જાવેદભાઇ ફરિયાદી ઉપર ઉશ્કેરાઈ જઈ ઉગ્ર બોલાચાલી કરવા લાગેલ અને તેનુ ઉપરાણુ લઇ ત્યા હાજર કારોબારી સભ્યો મકબુલહુસેન ઇકબાલહુસેન ઇપ્રોલીંયા તથા ઇકબાલહુસેન ગુલામ હુસેન ઇપ્રોલીયા તથા સાહીદ અહેમદહુસેન ઇપ્રોલીયા તથા રજ્જાક હુસેનભાઇ ટીંટોઇયા તથા ઇકબાલ હબીબભાઇ ઇપ્રોલીયા તથા જાવેદનો મિત્ર તાહીરહુસેન ઇકબાલહુસેન ઇપ્રોલીયા તમામ નાઓ ફરિયાદી પાસે આવી જઈ એકદમ ઉશ્કેરાઇ જઇ આ તમામ માણસો એ મા-બેન સામે નઠારી ગાળો બોલી સાથે જપાજપી કરવા લાગેલા અને જમીન ઉપર પાડી દઇ આ તમામ માણસો ગળદા પાટુનો માર મારવા લાગેલ અને જાવેદહુસેન અહેમદહુસેન ટીંટોઇયાએ પોતાના હાથમા પહેરેલ ધાતુનો પંચ ડાબા ગાલ ઉપર મારી દીધેલ જેથી બુમાબુમ કરતા ચેરમેન હબીબભાઇ ઇપ્રોલીયા તથા મીંટીગમાં આવેલ કારોબારી સભ્યો જાવેદ કાદરભાઇ ટીંટોઇયા તથા યુનુસભાઈ ઈશાકભાઈ ટીંટોઇયા તથા ગુલામભાઇ અ હેમદભાઇ ઇપ્રોલીયા તથા જુલ્ફીભાઇ ઇબ્રાહીમભાઇ સાબલીયા વિગેરેનાઓ વચ્ચે પડી વધુ માર માંથી છોડાવેલ અને આ તમામ માણસો જતા જતા કહેતા હતા કે આજે તો આ કારોબારીના સભ્યોએ તને બચાવી લીધેલ છે પણ જ્યારે તુ એકલો મળીશ ત્યારે તને જીવતો છોડીશુ નહિ તેવી ધમકીઓ આપી આ તમામ લોકો ત્યાથી જતા રહેલ હતા.જેથી આ જાવેદહુસેન અહેમદહુસેન ટીંટોઇયાએ તથા મકબુલહુસેન ઇકબાલહુસેન ઇપ્રોલીંયા તથા ઇકબાલહુસેન ગુલા મહુસેન ઇપ્રોલીયા તથા સાહીદ અહેમદહુસેન ઇપ્રોલીયા તથા રજ્જાક હુસેનભાઈ ટીંટોઇયા તથા ઇકબાલભાઈ હબીબભા ઇ ઇપ્રોલીય તથા તાહીરહુસેન ઇકબાલહુસેન ઇપ્રોલીયા નાઓ એક સંપ થઇ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગેર કાયદેસર મંડળી રચી ફરિયાદી સાથે બોલાચાલી કરીમા-બેન સામે નઠારી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી આ જાવેદ હુસૈન ટીંટોઇયાએ  ડાબા ગાલ ઉપર પંચ મારી ઇજા કરી તમામે જાનથી મારી નાખવાની ધમીકીઓ આપેલ હોય જેથી આ તમામ ઇસમો વિરુધ્ધ કાયદેસરની મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં નીચે જણાવેલ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે

1) જાવેદહુસેન અહેમદહુસેન ટીંટોઇયા

(2) મકબુલહુસેન ઇકબાલહુસેન ઇપ્રોલીંયા

(3) તાહીરહુસેન ઇકબાલહુસેન ઇપ્રોલીયા

(4) ઇકબાલહુસેન ગુલામહુસેન ઇપ્રોલીયા

(5) સાહીદ અહેમદહુસેન ઇપ્રોલીયા

(6) રજ્જાક હુસેનભાઇ ટીંટોઇયા

(7) ઇકબાલભાઇ હબીબભાઇ ઇપ્રોલીયા

 

Back to top button
error: Content is protected !!