GUJARATJUNAGADH

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન એન્યુલ વર્કશોપ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન એન્યુલ વર્કશોપ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના ફાર્મ મશીનરી અને પાવર વિભાગની “ઓલ ઇન્ડિયા કો- ઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન ફાર્મ ઈમ્પ્લીમેન્ટસ એન્ડ મશીનરી (AICRP on FIM)” યોજના દ્વારા તા. ૧૯ થી ૨૧, જાન્યુઆરી – ૨૦૨૬ દરમ્યાન “૪૦ મા વાર્ષિક વર્કશોપ” નું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિ ખાતે યોજાનાર છે. આ ત્રિદિવસીય વાર્ષિક વર્કશોપમાં “ફાર્મ ઈમ્પ્લીમેન્ટસ એન્ડ મશીનરી (FIM)” યોજનાના સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા કુલ ૨૫ સેન્ટરોના વૈજ્ઞાનિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. જેમાં કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો દ્વારા વિકસાવેલ આધુનિક ક્રાંતિકારી ખેતીના ઓજારો અને મશીનરી તેમજ તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટીક્સ જેવી આધુનિક ટેક્નોલોજીના કાર્યક્ષમ ઉપયોગના વિષય પર વિવિધ ટેકનીકલ સેશનોમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ એન્યુલ વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૯-0૧-૨0૨૬ સોમવારના રોજ સવારે ૧0:00 કલાકે યોજાશે.આ કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટિયા અને અધ્યક્ષ સ્થાન ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) (એગ્રી. એન્જી.) ડો.એસ.એન. ઝાના અધ્યક્ષ સ્થાને યોજાશે.સહ-અધ્યક્ષ તરીકે સી.આઈ.એ.ઈ. (CIAE), ભોપાલના ડાયરેક્ટર ડો. સી.આર.મેહતા અને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) (ફાર્મ એન્જી.) ડો.કે.પી.સિંઘ ઉપસ્થિત રહેશે. તેમજ આ વર્કશોપમાં ભાગ લેનારાઓનો ઉત્સાહ વધારવા માટે વિશેષ અતિથિ તરીકે પંજાબરાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિશ્રી ડો.વી.એમ.મયાંદે અને પી.જે.ટી. અગ્રીકલ્ચરલ યુનીવર્સીટીના ભૂતપૂર્વ રિસર્ચ એન્જીનિયર ડો.ઓમ શર્મા ઉપસ્થિત રહેનાર છે.અતિથિ વિશેષશ્રીઓ તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એ.જી.પાનસુરીયા, કુલસચિવશ્રી ડો.વાય.એચ.ઘેલાણી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.બી.જાદવ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામકશ્રી ડો.આર.એમ.સોલંકી, હિસાબ નિયામક શ્રી એસ.કે.જેઠાણી, આઈ.ટી. નિયામકશ્રી ડો.કે.સી.પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી પ્રો.ડી.એસ.થાનકી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના ડીન અને કન્વીનરશ્રી ડો.એચ.ડી.રાંક, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે FIM યોજનાના પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટેર ડો.કે.એન.અગ્રવાલ અને ડો.પી.પી.ગજ્જર તથા કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.વી.એસ.વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.આ ત્રિદિવસીય એન્યુલ વર્કશોપનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટિયાની પ્રેરણાથી, સંશોધન નિયામકશ્રી ડો.એ.જી.પાનસુરીયા તેમજ કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો.એચ.ડી.રાંકના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે.
0000

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!