અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં વધુ એક ACB ની મોટી કાર્યવાહી : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ₹ 52,000ની લાંચ લેતા કર્મચારી રંગેહાથ ઝડપાયો – મેઘરજ તાલુકામાં 1 મહિનામાં 2 ACB ટ્રેપ
અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કામગીરી સતત ચાલુ છે. તાજેતરમાં મેઘરજ તાલુકાના કુણોલ ગામ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાંચની માંગણી મામલે ACBએ વધુ એક સફળ ટ્રેપ યોજ્યો હતો. એક મહિનામાં અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં આ ACB ની 2 ટ્રેપ થઈ છે મેળવેલી માહિતી મુજબ, આવાસ યોજનાના લાભાર્થી પાસેથી હપ્તા મંજુર કરવા બદલ ₹52,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.જેમાં ચાર અરજદારો પાસે 13 હજાર લેખે કુલ 52 હજારની માંગ કરેલ લાભાર્થીઓ ના ખાતામાં મકાનના 2 હપ્તા જમા થઈ ચૂક્યા હતા અને અંતિમ હપ્તો જમા કરાવવા માટે લાંચ માગેલ જે માટે આ મામલે ફરિયાદ મળતાં જ અરવલ્લી ACBની ટીમે પીઆઈ તોરલની આગેવાનીમાં ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.કાર્યવાહી દરમિયાન આઉટસોર્સ કર્મચારી નરેશ પટેલ ગ્રામસેવકને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેવાનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારી દરમિયાન ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો સામે ACB સક્રિય બની ચૂકી છે. ACBની આ કાર્યવાહીથી તંત્રમાં ચકચાર મચી ગઈ છે અને અન્ય અધિકારીઓમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે.