
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં અકસ્માતની વણજાર વચ્ચે વધુ એક દુર્ઘટના : મેઘરજ નજીક પહાડિયા પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મેઘરજ તાલુકાના પહાડીયા નજીક વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેઘરજના પહાડીયા નજીક બે બાઈકો સામસામે અથડાતા અકસ્માત સર્જાતા બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ઈસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યા હતા મૃતકોને પી એમ અર્થ એ ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા
મૃતકોની ઓળખ મુકેશભાઈ જીવરાજભાઈ તબિયાડ (રહે. ઝરડા) અને વિનોદભાઈ વિશ્રામભાઈ મેનાત (રહે. નવાઘરા) તરીકે થઈ છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઈસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.અકસ્માતના બનાવને લઈ સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઈસરી પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




