
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વધુ એક શંકાસ્પદ વાયરસનો કેસ સામે આવ્યો : મેઘરજના ઢેકવા ગામે 3 વર્ષીય બાળકને અસર
ગઈ કાલે જ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ના કેસો સામે આવ્યા છે અને હાલ અરવલ્લી જિલ્લા કુલ ત્રણ જેટલા લોકો ને વાયરસ એ ઝપેટમાં લીધા છે અને જેમાં થી બે ના મોત થયાં છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય ને સતર્ક થવાની જરૂર છે
વધુ એક ચાંદીપુરમ વાયરસ નો શંકાસ્પદ કેસ મેઘરજ તાલુકાના ઢેકવા ગામે મળી આવ્યો છે જે કટારા પોપટભાઈ હરીશભાઈ ઉંમર ત્રણ વર્ષીય બાળક વાયરસના ઝપટમાં આવતા તાત્કાલિક હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને સેમ્પલ લઇ પરીક્ષણ અર્થ એ પુના મુકામે મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ વાયરસ નો કેસ મેઘરજ તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું હતું અને મેઘરજ તાલુકાની આરોગ્ય ટિમ ઢેકવા (મોટી પંડુલી ) ગામે પોહચી સર્વે ની કામગીરી હાથ ધરી હતી જેમાં 197 જેટલા ઘરનું સર્વે હાથ ધરાયું છે અને જે પૈકી 52 જેટલા ઘરો ને જંતુનાશક દવા થી ડસ્ટિંગ કરવામાં આવ્યા હતા બે દિવસ અગાઉ જિલ્લા માં બે બાળકો ના ભેદી રોગથી મોત થઇ ચુક્યા છે ત્યારે હવે આ વાયરસ વધુ ન ફેલાય તે માટે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ ને સતર્ક થવાની જરૂર છે





