જામનગરની વધુ એક હોસ્પીટલએ pmjay યોજનાથી જંગી લાભ લેતા દંડ

હજુ jccc હોસ્પીટલ સામેનો લોકોનો આક્રોશ ઠર્યો નથી ત્યા બીજી હોસ્પીટલ અંગે કૌભાંડ જાહેર થતા લોકોમાં ચિંતા સાથે સવાલ કે કોઇ હાર્ટ પેશન્ટને ક્યાં લઇ જવા એ ભરોસો છે??
ગરીબો માટે આશીર્વાદરૂપ આયુષમાન કાર્ડ અમુક ડોક્ટરો માટે જાણે એટીએમ કાર્ડ બન્યુ??
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરની વધુ એક હોસ્પીટલએ pmjay યોજનાથી જંગી લાભ લેતા દંડ થયો છે ત્યારે જામનગરની જાણીતી
એવી jccc હોસ્પીટલ સામેનો લોકોનો આક્રોશ ઠર્યો નથી ત્યા બીજી હોસ્પીટલ અંગે કૌભાંડ જાહેર થતા લોકોમાં ચિંતા સાથે સવાલ કે કોઇ હાર્ટ પેશન્ટને ક્યાં લઇ જવા એ ભરોસો છે??
જામનગરમાં કાર્યરત ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ખળભળાટ મચી ગયો છેવકેમકે આ હોસ્પીટલે અનેક દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યા હોવાનુ રાજ્ય સરકારની તપાસમાં ખુલ્યુ છે
જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક સ્કેમ સામે આવ્યો છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી PMJAY યોજનામાંથી 42 લાખ મંજુર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતા સૌ કોઈ ચોકી ગયા છે. સમગ્ર કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે. હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરી દેવાતા જામનગર તબીબ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
આયુષમાન કાર્ડ નબળી આર્થીક સ્થિતિવાળા લોકો માટે આશીર્વાદ સમાન છે ત્યારે એ કાર્ડને અમુક ડોક્ટરોએ પોતાનુ એટીએમ કાર્ડ સમજી લીધુ હોઇ અનેક ગેરરીતીઓ બહાર આવી રહી છે હજુય કેટલી ગેરરીતી થઇ રહી હશે તે પણ કહી શકાય તેમ નથી માટે આ બાબતે ખરેખર ઓપરેશન માટે નિર્ણય કરવાની જિલ્લા કક્ષાની કમીટી જરૂરી છે વળી ગત રાત્રે જામનગરની આયુષ હોસ્પીટલ સ્કેમ અંગે વાતો ચર્ચાતી હતી તો આરોગ્ય અધીકારીઓ તેમજ અન્ય લગત લોકો આ વાતને ઢાંકવાના પ્રયાસમાં હતા તે પણ એક જાતની મદદગારી જ ન ગણાય શું ?? તેમજ આ હોસ્પીટલ સાથે સંકળાયેલા જામનગરના જાણીતા અન્ય સર્જન વગેરેને પણ આ હાર્ટ ઓપરેશન સ્કેમ થી છાંટા ઉડશે તેમ જાણકારોમાં ચર્ચા છે.





