MORBI:મોરબી મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રેન બસેરા કા રાજા ગણેશ મહોત્સવ નિમિતે છપ્પન ભોગનું આયોજન કરાયું.

MORBI:મોરબી મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રેન બસેરા કા રાજા ગણેશ મહોત્સવ નિમિતે છપ્પન ભોગનું આયોજન કરાયું.
દીનદયાળ અંત્યોદય – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન ઘટક અંતર્ગત મોરબી મહાનગરપાલિકા અને સંચાલક સંસ્થા દ્વારા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહનું સંચાલન અને વ્યવસ્થાપન કરવામાં આવે છે શહેરી ઘરવિહોણા માટે આશ્રયગૃહ ખાતે રહેવાની અને જમવાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે આ આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા લોકોના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે એ હેતુથી બાલવાટિકા પણ બનાવવામાં આવેલ છે તથા દરેક બાળકોને દરમાસે પુષ્પનક્ષત્રમાં સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવે છે આ સાથે આશ્રયગૃહ ખાતે દરેક બાળકના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને રોજીંદી માઈન્ડ ક્રિએટીવીટી કરવામાં આવે છે આશ્રયગૃહના પાંચ ઘરવિહોણા બાળકોને સ્થાનિક સરકારી પ્રાથમિક સ્કુલમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે આશ્રયગૃહ ખાતે વૃદ્ધો અને વિકલાંગો માટે યોગ્ય સુવિધાઓ અને સારવાર આપવામાં આવે છે આશ્રયગૃહ ખાતે દર પંદર દિવસે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તથા આશ્રિતોને રોજગારી મળી રહે એ હેતુથી પ્રયત્નો કરવામાં આવે છે તથા ઘરવિહોણા મહિલા આશ્રીતો માટે આશ્રયગૃહ ખાતે બેસી સ્વમાનભેર આવક મેળવી શકે એ માટે રોજગારી પૂરી પડવાના પ્રયત્નો કરવામાં આવે છે આશ્રયગૃહ ખાતે દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણી આશ્રીતો સાથે ધામધૂમ થી ઉજવવામાં આવે છે જેથી આશ્રિતોને પારિવારિક માહોલનો અનુભવ થાય હાલ ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિતે સંસ્થા સ્ટાફ દ્વારા રેન બસેરા કા રાજા ગણેશ મહોત્સવ અને આશ્રયગૃહ ખાતે રોજ સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તારીખ ૦૩/૦૯/૨૦૨૫ના રોજ ગણેશ મહોત્સવ નિમિતે છપ્પન ભોગનું આયોજન કરાયું હતું આ તકે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નીલ ખરે – IAS દ્વારા આ મહોત્સવની મુલાકાત લેવામાં આવી હતી તથા ગણપતિ દાદાના દર્શન અને છપ્પન ભોગ દર્શનનો લાભ લીધો હતો મુલાકાત દરમ્યાન આશ્રયગૃહના આશ્રીતોને મળી આશ્રયગૃહની વ્યવસ્થાઓ અંગે પ્રતિભાવ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો સાથોસાથ માન. મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલય દ્વારા આ મહોત્સવની નોંધ લેવામાં આવી હતી અને શોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને યુ.સી.ડી. શાખા અને સંસ્થા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.









