ARAVALLIGUJARATMODASA

અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વધુ એક મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વધુ એક મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના કલેક્ટર ની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી મનસુરી હસીના બેનના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરમાં મેઘરજ વિસ્તારમાં એક અજાણી મહિલા જોવા મળતા ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા તે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ હતો બેનને જીવન જરૂરિયાત કીટ આપવામાં આવેલ ત્યારબાદ બેનનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે બેન માનસિક રીતે અસ્વસ્થ છે .ત્યારબાદ બેનને કાઉન્સેલિંગ દરમિયાન અલગ અલગ ગામના નામ આપેલ તે આધારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરેલ અને આવેલ મહિલાનું નામ ફોટો સરનામું આપેલ પોલીસ સ્ટેશન દ્વારા બેનના પરિવારનો સંપર્ક નંબર મેળવેલ જેમાં બેનની સાસરીના ગામનું નામ મળેલ અને સાસરીમાં સંપર્ક કરેલ પરંતુ બેનના પતિ દ્વારા સ્વીકારવારની ના પાડેલ અને બેન તેમની સાસરીમાં જવા ન માગતા હોવાથી બેનનું વધુ કાઉન્સલિંગ કરવામાં આવ્યું.કાઉન્સલિંગ દરમિયાન બેને તેમના પિયરનું સરનામું આપેલ જે રાજસ્થાન ખજૂરી ગામનું છે તેવું જાણવા મળેલ તે આધારે બેનના પિયરના ગામમાં ગયેલ અને ત્યાં પૂછ પરછ કરતા બેનનો પરિવાર મળી આવેલ ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પરિવાર સાથે કાઉન્સલેનિગ કરેલ તેમજ પરિવારજનોના આધાર પુરાવા ચેક કરેલ અને બેનના પરિવારએ જાણવેલ કે બેન ઘણા વર્ષોથી ઘરેથી નીકળી ગયા હતા. આમ ચાર દિવસ ના આશ્રય બાદ બેનનું તેમના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવેલ છે.

Back to top button
error: Content is protected !!