ARAVALLIGUJARATMODASA

મોડાસા – નવા વાઘોડિયા ગામે નવી રેલવે લાઇનની કામગીરીથી નુકસાન બ્લાસ્ટિંગના નિયમભંગ, પુનર્વસન અને વળતર મુદ્દે જિલ્લા કોંગ્રેસની કલેક્ટર સમક્ષ રજૂઆત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – નવા વાઘોડિયા ગામે નવી રેલવે લાઇનની કામગીરીથી નુકસાન બ્લાસ્ટિંગના નિયમભંગ, પુનર્વસન અને વળતર મુદ્દે જિલ્લા કોંગ્રેસની કલેક્ટર સમક્ષ રજૂઆત

મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે ચાલી રહેલી મોડાસા–ટીંટોઈ નવી રેલવે લાઇનની કામગીરીથી ગ્રામજનોને થતું ગંભીર નુકસાન બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગામના આગેવાનો સાથે મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ રજૂઆતમાં રેલવે લાઇન માટે ડુંગર તોડવાની બ્લાસ્ટિંગ કામગીરી દરમિયાન નિયમો અને સુરક્ષા ધોરણોનું પાલન ન થવાને કારણે રહેણાંક મકાનોને થયેલ નુકસાન, ગ્રામજનોમાં ફેલાયેલા ભય અને અસંતોષ અંગે વિગતવાર ધ્યાન દોરવામાં આવ્યું. ઉપરાંત રેલવે લાઇનમાં આવતાં આશરે ૨૩ મકાનો દૂર કરાયા હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને હજુ સુધી પુનર્વસન માટે અન્ય સ્થળે પ્લોટ ફાળવાયા નથી, તેની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી.

આ સાથે ગામનો ચબૂતરો, પાણીનો બોર, હવાડો અને પીકઅપ સ્ટેન્ડ જેવી જાહેર ઉપયોગી સુવિધાઓ દૂર કરાઈ હોવા બદલ યોગ્ય વળતર ચૂકવવાની પણ રજૂઆત કરવામાં આવી.જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઈ પટેલે કલેક્ટરને રજૂઆત કરી કે બ્લાસ્ટિંગ કામગીરી સંપૂર્ણ સુરક્ષા અને નિયમો અનુસાર થાય, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક પુનર્વસન મળે અને ગામની જાહેર સંપત્તિ માટે ન્યાયસંગત વળતર ચૂકવવામાં આવે. આ પ્રસંગે અરૂણભાઈ પટેલ, સરપંચ મંગુસિંહ પરમાર, રાજુભાઈ ઠાકોર,કમલેન્દ્રસિંહ પુવાર,નવલસિંહ સોલંકી સહિત ગામના આગેવાનો રજૂઆત માં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!