AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

પ્લેન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે DNA ચકાસણી શરૂ, સગાઓને સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવાની અપીલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક સર્જાયેલી ભયંકર પ્લેન દુર્ઘટનાના પગલે મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ પ્રક્રિયા આરંભાઈ ગઈ છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ મેળવવા તેમના નજીકના સગાઓના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન ખાતે વ્યવસ્થા કરાઈ છે. કસોટી ભવન બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે. મૃતકોના નિકટના સગાઓ જેમ કે માતા, પિતા અથવા સંતાનો પોતાના DNA સેમ્પલ આપી શકે છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા શસ્ત્રીય રીતે પારદર્શક અને ઝડપી રાખવાની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા પચાસ જેટલા લોકોને હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ તમામ દર્દીઓની હાલત સ્થિર છે.

સિવિલ હોસ્પિટલ તંત્રએ દર્દીઓ અથવા મૃત્યુ પામેલા યાત્રીઓ અંગે જાણકારી મેળવવા માટે સંપર્ક કરવાના બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે:

6357373831
6357373841

હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગે સગા-સ્નેહીજનોને અનુરોધ કર્યો છે કે તેઓ વધુમાં વધુ સહયોગ આપી DNA નમૂનાઓ માટે કસોટી ભવન ખાતે પહોંચે, જેથી ઓળખપત્ર પ્રક્રિયા ઝડપી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય.

Back to top button
error: Content is protected !!