DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

કોર્ટ કેસમાં હાજર થવુ એ ન્યાય પ્રણાલિનો ભાગ છે

*જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં સજા ભોગવી રહેલા જામનગરના તત્કાલીન પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને જામજોધપુર અદાલતમાં હાજર કરાયા*

જામનગર (ભરત ભોગાયતા)

જામજોધપુરના એક યુવાનને ૧૯૯૦ ની સાલમાં માર મારવાના અને કસ્ટોડિયલ ડેથ અંગેના કેસમાં જેલ સજા ભોગવી રહેલા જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ, કે જે હાલ રાજકોટમાં જેલ સજા ભોગવી રહ્યા છે, જેને આજે પોલીસ જાપતા સાથે જામજોધપુર ની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા.


૧૯૯૦ ની સાલમાં જામજોધપુરના જ મહેશ દામજી ચિત્રોડા નામના અન્ય એક યુવાનને તોફાન સમયે પોલીસ મથકે બોલાવી લાકડી વડે ઢોર માર મારવા અંગેના પ્રકરણમાં અન્ય એક કેસ ચાલી રહ્યો છે, જે અદાલતી કેસની કાનૂની કાર્યવાહી અદાલતમાં આજે હાથ ધરાઈ હતી, જેમાં સંજીવ ભટ્ટને આરોપી ગણવામાં આવ્યા છે, અને તેઓને આજે પોલીસ જાપતા હેઠળ રાજકોટની જેલમાંથી જામજોધપુર લાવવામાં આવ્યા છે, અને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જોકે ફરીયાદી પક્ષ હાજર ના અભાવે ફરી તા. ૧૮ અદાલતમાં પડી આમ ત્રણ દાયકા જુના કેસમાં તાકાલીન આઇ. પી. એસ સંજીવ ભટ્ટ. જામજોધપુર અદાલત માં હાજર થયા હતા વરસો જુનો આ પોલીસ દમનનો બનાવ જે તે સમયે સૌરાષ્ટ ભરમાં ચર્ચાસ્પદ બનેલ હતો જામજોધપુર વાસીઓ હજુ પણ આ બનાવને ભુલી શક્યા નથી તસવીર તેમજ પુરક માહિતી (અશોકભાઇ ઠકરાર જામજોધપુર)

_______…_______________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!