GUJARAT

શિનોર સબરજીસ્ટાર કચેરીએ દસ્તાવેજ ના કામ માટે આવેલા અરજદારો ઇન્ટરનેટ સેવા ના ધાંધીયા થી તંત્ર વિરુદ્ધ રોષે ભરાયા

ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકા સેવાસદન ખાતે સબરજીસ્ટાર ની કચેરી આવેલી છે. જ્યા સબ રજીસ્ટ્રાર ની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી રહેતા,રજીસ્ટ્રાર અંગેનો ચાર્જ ડભોઇ રજીસ્ટ્રાર કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી પાસે હોય શિનોર રજીસ્ટ્રાર કચેરીએ અઠવાડીયા મા ફક્ત મંગળવાર અને શુક્રવાર મળી માત્ર બે દિવસ જ દસ્તાવેજ અંગે ની કામગીરી થાય છે..તેમાંય BSNL નેટ ના ધાંધીયા ના કારણે અહી આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ સહવી પડે છે.આજરોજ BSNL નેટ ના ધાંધીયા થી કનેક્ટીવીટી નહિ મળતા, તાલુકા ઉપરાંત સૂરત,વડોદરા થી સવારના 10 કલાક થી આવેલા અરજદારોને ભૂખે-તરસે રઝળપાટ કરવાનો વારો આવતા BSNL અને તંત્રના જવાબદાર અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો.. ઉલ્લેખનીય છે કે શિનોર સબરજીસ્ટાર ની ઘણા લાંબા સમય થી ખાલી પડેલી જગ્યા પર કાયમી અધિકારીની નિમણુંક કરવા અંગે ની માંગ સ્થાનિક લોકોના પ્રબળ જોવા મળી છે..

Back to top button
error: Content is protected !!