MORBI:મોરબીમાં સરદારબાગનું ૧.૦૨ કરોડના ખર્ચે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું
MORBI:મોરબીમાં સરદારબાગનું ૧.૦૨ કરોડના ખર્ચે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને નવનિયુક્ત માન.કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાનું પ્રથમ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મોરબી શહેરના શનાળા રોડ પર સ્થિત સરદારબાગના નવીનીકરણ માટે રાજ્ય સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે નવું રૂપ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન પ્લે અને જીમ ઇક્વિપમેન્ટ, વોક વે અને પાર્કિંગ એરિયા, લૉન અને પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેન, લાઇટિંગ, સિક્યોરિટી કેબીન, સ્ટોર રૂમ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.

શનિવાર, ૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સાંજે ૫ વાગ્યે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વરદહસ્તે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અન્ય અધિકારીઓ ખાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ પત્રકારોને આપી માહિતી સીટી સિવિક સેન્ટર સોમવારથી કાર્યરત થઇ જશે અનેકવિધ સેવાઓનો લાભ લેવા કચેરીએ ધક્કો નહિ ખાવો પડે મોરબી મહાનગરપાલિકાને લગતી કામગીરી માટે રેલ્વે સ્ટેશન રોડ પર નંદકુવરબા ધર્મશાળા(રેન બસેરા) ખાતે સીટી સિવિક સેન્ટર શરૂ કરેલ હોય જેમાં મિલ્કત વેરો, વ્યાવસાયિક કર, વાહન કર, મકાનના નકશાની મંજુરી, બિલ્ડીંગ પ્લાનની મંજુરી, ડુપ્લિકેટ જન્મ-મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાઈસન્સ, લારી ફેરિયા અંગેના લાઈસન્સ, માહિતીનો અધિકાર(RTI) સ્વીકૃતિ, હોલ બુકિંગ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, ફાયર(NOC) એપ્લીકેશન તથા અન્ય કોઈ સેવા માટે હમેશા તત્પર છે તો જાહેર જનતાએ આ સુવીધાઓ નો લાભ ત્યા મળી રહે છે.અનેમ્યુનીસીપલ કમિશનરે સ્વપ્નિલ ખરે મોરબી શહેરના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી શહેરના પ્રશ્નો જાણીને ટ્રાફિક સહિતના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી











