તા. ૨૯.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા ગામમાં લાયબ્રેરી અને રમત ગમતનું મેદાન બનાવવાં પ્રાયોજના વહીવટ અધિકારીને યુવાનો દ્વારા આવેદનપત્ર
આજરોજ સોમવાર ૧૨ કલાકે દાહોદ તાલુકાના નગરાળા ગામના યુવાનો દ્વારા દાહોદ પ્રાયોજના વહીવટ (ટ્રાયબલ) અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યુ જેમાં જણાવ્યુ કે છેલ્લાં ઘણા સમયથી નગરાળા ગામમાં લાયબ્રેરી અને રમત ગમત માટે ગામના બાળકો અને વિદ્યાર્થીઓની માંગ છે જે માંગ વેહલામાં વહેલી તકે પૂર્ણ કરવા યુવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વહેલામાં વહેલી તકે નગરાળા ગામમાં ખિલાડીઓ માટે રમત ગમત માટે મેદાન અને દૂર દૂર સુઘી અન્ય જગ્યાઓ પર સ્થિત લાઈબ્રેરિઓમાં જતા વિદ્યાર્થીઓ માટે ગામમાજ વેહલામાં વહેલી તકે લાઈબ્રેરી બનાવવાં પ્રાયોજના વહીવટ (ટ્રાયબલ )અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું