આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ચૂંટણી કામગીરીના ભથ્થાની ચુકવણી માટે ચૂંટણી અધિકારીને આવેદન..
MADAN VAISHNAVNovember 29, 2025Last Updated: November 29, 2025
6 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ભાઈ ગાવિત અને મહામંત્રી યજસ્વી કુમાર વાડેકર સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલા તમામ શિક્ષકો દ્વારા એક લેખિત આવેદનપત્ર આહવા ખાતે ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં ૨૨ મી.જૂને યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂટણીમાં કર્મચારીઓ દ્વારા ખુબ જ સારી કામગીરી કરી હતી. આ ચૂટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ એટલા દિવસો વીતી ગયા છતાં આ ગ્રામ પંચાયત ચૂટણીની કામગીરી કરનાર કર્મચારીઓને એમનું ભથ્થું અત્યાર સુધી ચૂકવવામાં આવેલ નથી માટે ઉપરોક્ત બાબતને ધ્યાને લઇ ચૂટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને ઝડપથી ભથ્થું ચૂકવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.