વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં RNI વગર યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરી જિલ્લાનો માહોલ ખરાબ કરનાર તત્વો તથા ખરા તહેવારો સમયે જ ડાંગ જિલ્લામાં આવતા જિલ્લા બહારના પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘ અને ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘનાં પત્રકારોએ ડાંગ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ છે.ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘ/ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘના જણાવ્યાં મુજબ,હાલમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે.આ દિવાળીના પર્વમાં ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાંથી યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરી જિલ્લાનો માહોલ ખરાબ કરતા કથિત બનાવટી પત્રકારો ડાંગ જિલ્લામાં આવતા હોય છે અને સરકારી ઓફિસો,સંસ્થાઓમાં જઈ જિલ્લાનો માહોલ ખરાબ કરતા હોય છે. તેમજ ડાંગ જિલ્લામાં પણ કોઈ પણ RNI વગર જ youtube ચેનલ બનાવી તથા સોશિયલ મીડિયા પર સમાચારો પ્રસિદ્ધ કરી કેટલાક તત્વો દ્વારા ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને ડાંગ જિલ્લાને બદનામ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં દૈનિક / સાપ્તાહિક વર્તમાન પત્ર અને ટીવી મીડિયાને માહિતી વિભાગ દ્વારા અધિકૃત કરેલ હોય, તેઓ સરકારી યોજનાઓ સહીત કાર્યક્રમોનું કવરેજ કરી લોકો સમક્ષ સાચી માહિતી પહોંચાડે છે.જયારે ડાંગ જિલ્લાનાં તથા અન્ય જિલ્લાઓનાં કેટલાક યૂટ્યૂબર અને સોશીયલ મીડિયા, વોટ્ટસઅપ માધ્યમથી સરકારી યોજનાઓને ખોટી રીતે દર્શાવી માત્ર અધિકારીઓનો મનોબળ તોડવા તથ્ય વિહીન સમાચારો પ્રસિદ્ધ કરી રહ્યા છે અને ડાંગ જિલ્લાની બદનામી કરી રહ્યા છે. ત્યારે આપને જણાવવાનું કે, હાલ દિવાળીનો પર્વ આવતો હોય જેથી ડાંગ જિલ્લામા બોગસ યૂટ્યૂબર, સોશીયલ મીડિયા અને લેભાગુ પત્રકારો ફૂટી નીકળ્યા છે.ડાંગ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે કેટલાક બોગસ પત્રકારો સરકારી ઓફિસોમાં, વેપારીઓને તથા કેટલીક સંસ્થાઓને ડરાવી ધમકાવીને જાહેરાત પેટે નાણાની ઉઘરાણી કરતા હોય તેવા પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે આ તત્વો કોઈપણ પ્રકારના આર.એન.આઈ. વગર જ પત્રકાર હોવાનો રોફ જમાવી સંબધિત અધિકારીઓને ધાક ધમકી આપી પેપરમાં છાપી બદનામ કરતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આવા બનાવટી પત્રકારો પર કાયદાનો સંકજો કસવામાં આવે તથા ડાંગ જિલ્લા માહિતી વિભાગમાં નોંધાયેલા પત્રકારો અને જે તે દૈનિક અને સાપ્તાહિકના સંપાદકોએ આપેલ ઓથોરિટી લેટર, આઈકાર્ડની તપાસ હાથ ધરી દરેક ન્યૂઝ પેપરનાં 6 મહિના સુધીનાં સમાચારોની વિગતો તપાસી તથા દિવાળી સમયે ફૂટી નીકળેલા ખોટા પત્રકારો સામે પણ યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સિનિયર પત્રકાર સંઘ/ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ દ્વારા ડાંગ જિલ્લા કલેકટર shit પોલીસ વડાને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.ત્યારે આ બાબતે ડાંગ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે..