દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરી દાતાઓ તથા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા- ૨૦૨૪ અંતર્ગત બહુમાન કરવામાં આવશેજેમાભાગ લેવા માટે તા.૨૪-૨-૨૦૨૫ સુધીમાં અરજી કરવી.દિવ્યાંગતા ધરાવતા અંધ,બહેરા-મૂંગા અપંગ મુક બધિર, રક્તપિત તેમજ માનસિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૪માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો અત્રેની ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતેથી વિનામુલ્યે અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગત ભરી અરજીપત્રક સાથે શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતા માટેનું માન્ય દાકતરી પ્રમાણપત્ર,પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ દસ્તાવેજો તેમજ ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટોગ્રાફ બિડાણમાં સામેલ રાખવાનાં રહેશે. તેમજ નોકરીદાતા અને પ્લેસમેન્ટ ઓફીસર માટેનાં નિયત ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો સાથે સંબંધિત જરૂરી બિડાણો અચુક સામેલ રાખી બે નકલમાં દરખાસ્ત તૈયાર કરી તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢને મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના સંપર્ક નંબર:-૦૨૮૫-૨૬૨૦૧૩૯ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ નો રુબરુ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ