વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય અને અન્ય આગેવાનોએ ધાર્મિક લાગણી દુભાવવા, સતામણી સનાતન પ્રતીકોનો અપમાન કરવા મામલે ડાંગ જિલ્લાનાં વઘઈનાં હિન્દુ આગેવાનો દ્વારા વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈને સંબોધતુ આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે.
જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,તા. 23 સપ્ટેમ્બર 2025નાં નવરાત્રી ગરબા મહોત્સવ દરમ્યાન સાઇ ગરબા ગ્રાઉન્ડનાં બહારનાં વિસ્તારમાં નવસારી ખાતે Dysp સંજય રાયએ બળજબરીથી હિન્દુ સમાજનાં લોકોનાં માથા પરથી તિલક દૂર કર્યું અને ધાર્મિક લાગણીનું અપમાન કર્યુ હતુ. આ ગરબા મેદાનની બહાર હિન્દુ સમાજના લોકોને હેરાન કર્યા અને ધમકાવ્યા, જેના કારણે માનસિક કષ્ટ અનુભવવો પડયો હતો.સાથે જ ભગવા ધ્વજ વિશે અશ્રદ્ધાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા તથા સનાતન સંસ્કૃતિ વિષે અપમાનજનક અને મા-બેનની ગાળો આપવામાં આવી હતી.જે સમગ્ર સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવે છે.ત્યારે ભારતીય દંડ સંહિતા કલમ 295A- ધાર્મિક લાગણીઓને દુભાવવાના દુરુપયોગી અને દુભાવક કૃત્ય,કલમ 298-ધાર્મિક લાગણી દુભાવવાના ઇરાદે બોલેલા શબ્દો,કલમ 153A- ધર્મના આધાર પર વિવાદ કે દુશ્મની ફેલાવવી,કલમ 504- જાણીને અપમાન કરવું જેથી શાંતિ ભંગ થાય,કલમ 506-ગુનાહિત ધમકી આપવી.ત્યારે આ ઘટના અંગે dysp સંજય રાય તથા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કલમો હેઠળ FIR નોંધી, કાયદેસર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે..