GUJARATNAVSARI

નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ માટે વકીલોની નવી પેનલ રચના માટે અરજીઓ મંગાવાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા નવસારી ન્યાયીક જિલ્લાના વ્યાપમાં પડતી તમામ (મુખ્ય તથા અધિક), જીલ્લા અદાલતો, હેડ ક્વાર્ટસની દિવાની અદાલતો,  તાલુકા કોર્ટના સીનીયર સીવીલ જજ તથા ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની અદાલતો, તાલુકા કોર્ટના સીવીલ જજ તથા જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતો, ફેમીલી અદાલતો, જુવેનાઈલ અદાલતો, ચાઈલ્ડ વેલફેર કમીટી, મજૂર અદાલતો તથા ઔદ્યોગિક અદાલતો, ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, (કન્ઝયુમર કોર્ટ), મોટર-વાહન અકસ્માત વળતર ટ્રીબ્યુનલ, (એમ.એ.સી.ટી.), રેવન્યુ અદાલતો, બોર્ડ ઓફ નોમીનીઝ, અન્ય ન્યાયીક તથા અર્ધ-સ્વાયીક ઢબે કાર્યરત અદાલતો/ફોરમો / ટ્રીબ્યુનલો/કમીટીઓ/સંસ્થાઓ, વિગરેમાં મફત અને સક્ષમ કાનૂની સહાય પુરી પાડી શકાય અને કાનૂની જાગૃતી કાર્યક્રમો દ્વારા જનકલ્યાણનાં કાર્યો કરી શકાય તે હેતુથી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા, વઘઈ, આહવા અને સુબિર માટે વકીલશ્રીઓની નવી પેનલ રચના કરવા હોવાથી – લાયકાત ધરાવતા ઉમેદવારો તરફથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

જે અન્વયે અરજી મોકલનાર પ્રત્યેક અરજદારે પોતે જે અદાલતોમાં લીગલ એઈડ એડવોકેટ તરીકે સેવા આપવા માંગતા હોય તે અદાલતોને સંલગન કાનૂની સેવા સત્તા મંડળ કે તાલુકા કાનૂની સેવા સમિતિમાં જ અરજી કરવાની રહેશે. અરજી નિયત કરેલા નમૂના મુજબ સંપૂર્ણ રીતે ભરેલી હોવી જોઈએ. અરજી સ્વીકારવાની અંતિમ તારીખઃ ૩૧.૦૫.૨૦૨૪ છે. તેમ અધ્યક્ષ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,  નવસારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!