BANASKANTHAGUJARATPALANPUR

જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે ધોરણ ૧૧માં પ્રવેશ માટે અરજીઓ આમંત્રિત કરાઈ

7 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે ધોરણ ૧૧ માં ખાલી બેઠકો માટે પ્રવેશ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. વિજ્ઞાન પ્રવાહમાં ૦૫ બેઠકો અને વાણિજ્ય પ્રવાહમાં ૨૦ બેઠકો ઉપલબ્ધ છે.પ્રવેશ પ્રક્રિયા ધોરણ ૧૦ ના ગુણોના આધારે કરવામાં આવશે અને પ્રવેશ માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહિ. પ્રવેશ માટે અરજદારની જન્મતારીખ ૦૧/૦૬/૨૦૦૮ થી ૩૧/૦૭/૨૦૧૦ ની વચ્ચે હોવી જોઈએ. અરજદારએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં બનાસકાંઠા જિલ્લાની કોઈ પણ શાળામાંથી ધોરણ ૧૦ (CBSE કે અન્ય માન્ય બોર્ડ) પાસ કરેલું હોવું જોઈએ.વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ માટે વિજ્ઞાન અને ગણિત વિષયોમાં ઓછામાં ઓછા ૬૦ % ગુણ અને કુલ સરેરાશ ગુણ માર્કશીટમાં ૬૦ % કે તેથી વધુ ગુણ હોવા જોઈએ.
ઓનલાઇન કે ઓફલાઈન ફોર્મ ભરવા માટે નવોદય સમિતિની વેબસાઇટ https://navodaya.gov.in/nvs/en/Home2/ અથવા વિદ્યાલયની વેબસાઇટ https://navodaya.gov.in/nvs/nvs-school/BANASKANTHA/en/home/ પર જઈ ફોર્મ ભરી શકાશે. અથવા તો ગૂગલ ફોર્મ
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdzJKpeUtlzNINCVx0ojqZ457lUMOXtytZli7pkaBRAQ5g9eQ/viewform?usp=header ભરીને પણ અરજી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ છે.વધુ માહિતી કે મદદ માટે શ્રી સુરેન્દ્ર ખિંચી મોબાઈલ નંબર ૯૮૮૭૮૫૩૮૦૩ પર વોટ્સઅપ કરીને માહિતી મેળવી શકાશે. તેમ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય બનાસકાંઠાના આચાર્યશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!