AHAVADANGGUJARAT

સાપુતારા નોટીફાઇડ એરિયા કચેરીનાં કર્મનિષ્ઠ નાયબ મામલતદાર પી.વી.પરમારને પ્રશિસ્ત પત્ર એનાયત કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીમાં પ્રસંસનીય કામગીરી કરવા બદલ 15મી ઓગસ્ટના રોજ રાજ્યનાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં હસ્તે નાયબ મામલતદાર પી.વી.પરમારને પ્રશિસ્ત પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.આહવા ખાતે ઉજવાયેલા ડાંગના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં હસ્તે તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ અભિવાદનની સાથે સન્માન કરાયુ હતુ.ત્યારે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને હાલ નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારાનાં નાયબ મામલતદાર પી.વી.પરમારનાઓએ સાપુતારા ખાતે ટૂંકા ગાળામાં જ પુરી નિષ્ઠા અને ઈમાનદારી પુર્વક ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.જે બદલ તેમને 78 મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ કલેક્ટર બી.બી.ચૌધરી તથા ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાની ઉપસ્થિતમાં રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં હસ્તે પ્રશિસ્ત પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.અને ભવિષ્યમાં પણ તેમના દ્વારા આ રીતે જ અવિરત સેવા આપવામાં આવે એવી અભિલાષા કરવામાં આવી હતી.સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પી.વી.પરમારને પ્રશિસ્ત પત્ર એનાયત કરવામાં આવતા ચારેકોરથી તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!