અખિલ.ભા.વિ.પ.આયામના એગ્રીવિઝન પ્રાંત સંયોજક તરીકે કેશવભાઈ ની નિમણુંક થતાં જન જાતીય ક્ષેત્રનું ગૌરવ વધાર્યું…
MADAN VAISHNAVJanuary 12, 2025Last Updated: January 12, 2025
2 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬ માં પ્રદેશ અધિવેશન, કર્ણાવતી ખાતે થયેલ વર્ષ ૨૦૨૪-૨૫ ની નૂતન કારોબારી ની ઘોષણા મુજબ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વતની હાલ ડાંગ જિલ્લા માં કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા યુવા છાત્ર નેતા કેશવભાઈ કશ્યપ ને અ.ભા.વિ.પ. ના કૃષિ આયામ એવા એગ્રીવિઝન ગુજરાત પ્રાંત સંયોજક તરીકે નિમણૂક થતાં સમગ્ર જન જાતિય ક્ષેત્ર નું ગૌરવ વધાર્યું હતું. કેશવભાઈ એ પૂર્વ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચિખલી તાલુકા યુવા પ્રમુખ, અ.ભા.વિ.પ. વઘઈ નગર સહમંત્રી, નગર મંત્રી, એગ્રીવિઝન કૃષિ મહાવિદ્યાલય સંયોજક, કૃષિ વિશ્વવિદ્યાલય સંયોજક જેવા વિભિન્ન દાયિત્વ વહન કરી યુવાનો વચ્ચે લોકપ્રિયતા મેળવી રાષ્ટ્ર સેવા નું નિરંતર કાર્ય કર્યું હતું.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVJanuary 12, 2025Last Updated: January 12, 2025