
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સંગઠન મજબૂત બનાવવા નવા તાલુકા પ્રમુખોની નિમણૂક
સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા દ્વારા અરવલ્લી જિલ્લાના શામળાજી પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચંપકસિંહ જાડેજા સાઠબા પ્રમુખ તરીકે સંજયકુમાર બચુભાઈ ખાંટ અને બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશસિંહ સુરેશસિંહ પરમાર ની નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂકો દ્વારા જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા નિમણૂક થયેલ પ્રમુખશ્રીઓના નેતૃત્વમાં સંગઠનને નવી દિશા મળશે તેમજ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉર્જાનો વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે પ્રજાજનોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉજાગર કરી તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ વધુ સક્રિય બનશે અને લોકહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.તમામ નવ નિમણૂક થયેલ આગેવાનોને હાર્દિક અભિનંદન પાઠવતા, તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.





