
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં કુલ ૧૩ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક હુકમ વિતરણ કરાયા હતાં.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૪ અંતર્ગત ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં તારીખ ૨૮ જુલાઇના રોજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આહવા ખાતે નવ નિયુક્ત શિક્ષણ સહાયકો માટે નિમણૂંક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ડાંગ જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં કુલ ૧૩ જેટલાં નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક હુકમ વિતરણ કરાયા હતાં.
આ પ્રસંગે વિજયભાઇ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રીવેદીએ નવ નિયુક્ત શિક્ષકોને હુકમ વિતરણ કરી શુભકામનાઓ પાઠવી હતી.





