
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામના સર્વાંગી વિકાસ માટે રચાયેલી મોડર્નાઈઝેશન ડેવલપમેન્ટ કમિટીનુ ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કમિટીના પ્રમુખ શૈલેશભાઈ ટેલર, ઉપપ્રમુખ હર્ષદભાઈ આહિર, ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલ, મુસ્તાનભાઈ વોહરા, ધર્મેશભાઈ ભરૂચા સહિતના આગેવાનોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ મહમૂદબાબા,મુતવલ્લી ગુલામભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, માજી મુતવલ્લી જમીરભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, અય્યૂબભાઈ ઈંડાવાળા, નઝીરભાઈ શેખ સહિતના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કમિટી ખેરગામના વિકાસમાં વધુને વધુ આગળ વધે અને સાર્થક કામો કરે તેવી શુભેચ્છા તથા દુઆ વ્યક્ત કરવામાં આવી હતી.ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કમિટી દ્વારા ખેરગામના વિકાસ માટે જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરી યોગ્ય સ્થાને પ્રશ્નો ઉઠાવી અને ગામના હિતમાં જરૂરી પગલાં લેવામાં આવશે. સાથે જ તેમણે ગામજનોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.



