
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : 12 32 16 – DAP ખાતર જિલ્લાના ખેડૂતો હવે રાજેસ્થાન સરહદી વિસ્તારમાંથી વધુ કિંમતમાં ખરીદવા મજબુર બન્યા..!! જિલ્લામાં કેટલાય વિસ્તારમાં આ ખાતર ઉપલબ્ધ નથી – ખેડૂતોના આક્ષેપો
ક્યાંક ને ક્યાંક ખેડૂતો ને હવે મુશ્કેલીનો સામનો કરવાનો વાળો આવ્યો છે. ખેડૂતો ને કમોસમી વરસાદથી નુકશાન, ખાતર માટે લાઈનો માં ઊભા રહેવું જેવી વિવિધ પીડાઓ થી ઘેરાયેલા ખેડૂતો ની દયનીય હાલત બની છે. રવિ સીઝનમાં ઘઉંના પાકના વાવેતરનો સમય શરૂ થઈ ગયો પરંતુ હાલ ખેડૂતો 12 32 16 DAP ખાતર માટે ભટકી રહ્યો છે જેનું કારણ છે જિલ્લામાં આ ખાતર કેટલાય વિસ્તારમાં ઉપલબ્ધ નથી તેવું ખેડૂતો ધ્વારા જાણવા મળ્યું હતું. બીજી તરત ખેડૂતો એ પોતાની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે 12 32 16 DAP ખાતર વિસ્તારમાં ન હોવાથી રાજેસ્થાન સરહદી વિસ્તારમાં વધુ રૂપિયા આપી ને ખરીદવા મજબુર બનવું પડ્યું છે ત્યારે આ તે કેવી દશા કે ખેડૂતોને જિલ્લામાં પણ 12 32 16 DAP ખાતર ઉપલબ્ધ નથી..? રાજેસ્થાન વિસ્તારમાં 12 32 16 DAP ખાતર 2250 રૂપિયા તેમજ અન્ય ખાતર 300 રૂપિયા સાથે કુલ 1 બેગ પાછળ 2550 રૂપિયા ખર્ચીને પણ ખાતર લાવવા માટે મજૂર બન્યો છે જેને લઇ જિલ્લામાં ખેડૂતોની દયનીય હાલત જોવા મળી છે છતાં જિલ્લા ખેતીવાડી તંત્ર ક્યાંક ખાતરના સ્ટોક પર વિચાર કરે અને ખેડૂતો લૂંટતા બચે તે જરૂરી છે.ખેડૂતો ને સમયસર ખાતર મળતું નથી અને તંત્ર દાવા કરે છે કે ખાતર ની કોઈ અછત નથી તો સવાલ એ ઉભો થાય છે કે ખેડૂતો ને કેમ ખાતર મળતું નથી..? જેવા અનેક સવાલો ઊભા થયા છે





