
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :- ગુમ થયેલા 2.39 લાખ ના અલગ અલગ કંપની 12 એન્ડ્રોઈડ મોબાઈલ “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત મૂળ માલિકોને પરત
અરવલ્લી જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગુમ થયેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧૨ (કુલ કિંમત રૂ.૨,૩૯,૧૫૯/-) એલ.સી.બી. અરવલ્લી દ્વારા શોધી કાઢી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં લોકોની સુખાકારી, શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ જનતાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી.સને ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોબાઈલ ફોન ગુમ થવાના બનાવો નોંધાયા હતા. જે અનુસંધાને એમ.એચ. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. અરવલ્લી (મોડાસા) દ્વારા ટેકનિકલ વિભાગના સ્ટાફની મદદથી CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી આ તમામ મોબાઈલ ફોન પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા ના વરદ હસ્તે “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.આ કામગીરી દ્વારા એલ.સી.બી. અરવલ્લીએ “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે.





