ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: “Aravalli Edu-Fest-2026”નો ભવ્ય સેમિનાર શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં યોજાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: “Aravalli Edu-Fest-2026”નો ભવ્ય સેમિનાર શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં યોજાયો

અરવલ્લી જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રેરિત અને મોડાસા કેળવણી મંડળ દ્વારા આયોજિત “Aravalli Edu-Fest-2026” નું ભવ્ય આયોજન શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ જેટલી ગુજરાત રાજ્યની નામાંકિત વિવિધ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. અરવલ્લી એજ્યુકેશન ફેસ્ટીવલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પધ્ધતિ, હોસ્ટેલની સુવિધાઓ, ફી નું ધોરણ અને પ્રાપ્ત થતી શિષ્યવૃત્તિઓની સુંદર સમાજ આપવામાં આવી હતી.

Aravalli Edu-Fest-2026” સેમિનારમાં મોડાસા શહેર અને અરવલ્લી જીલ્લાની વિવિધ શાળાઓના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી. અને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ઉષાબેન ગામીત અને મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ ર. શાહે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કાર્યક્રમ શા માટે? તેની સમજ આપી હતી. Aravalli Edu-Fest-2026 સેમિનારના સફળ આયોજન માટે શ્રી કે.એન. શાહ મોડાસા હાઇસ્કૂલના આચાર્ય મનીષકુમાર આઈ. જોષી અને મોડાસા હાઇસ્કુલના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

Back to top button
error: Content is protected !!