
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભર શિયાળે વરસાદી માહોલ, મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ,ગુજરાત નજીક અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસર જોવા મળી
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાત માટે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી બાદ અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના તથા વહેલી સવારે વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા.
મેઘરજ તાલુકાના કેટલાક ગામોમાં પણ છૂટાછવાયા વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું છે. ખેડૂતોને અણધાર્યા વરસાદથી ચિંતા છે, જ્યારે સામાન્ય નાગરિકો માટે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ આશ્ચર્યજનક રહ્યો છે.ગુજરાત નજીક અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સતર્કતા રાખવા અનુરોધ કર્યો છે.




