
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના આદેશને મોડાસા એસ.ટી ડેપો મનેજર ઘોળીને પી ગયાં કે શું…? હજુ બસ શરુ ના કર્યા ના આક્ષેપ
ઓઢા પાણીબાર ગામના અરજદાર દામા દિનેશકુમાર દ્વારા મોડાસાથી પાદર મહુડી આવતી બસો અંતોલી ત્રણ રસ્તા સુધી લાંબાવવાની રજુઆત મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી હતી જે અંગે હિંમતનગર વિભાગ દ્વારા બસો લંબાવવા મોડાસા ડેપો મેનેજરને સૂચના આપેલ હોવાં છતાં આજદિન સુધી બસો લાંબાવવામાં આવી નથી ના આક્ષેપો થઇ રહ્યાં છે હિંમતનગર ડિવિઝન દ્વારા અરજદારની માંગણી સંતોષવામાં આવેલ છે તે અંગેનો લેટર પણ અરજદારને મોકલવામાં આવ્યો પરંતુ અરજદારે જણાવ્યું હતું કે સ્વાગતમાં પ્રશ્નો ને લગતી અરજી આપ્યા બાદ બસ ચાલુ કરવા આદેશ કરાયો છે પરંતુ બસ શરુ કરાઈ નથી હાલ તો અંતોલી અને ઘોરવાડા ગામના વિધાર્થીઓને ૫ કિ.મી ચાલીને મહુડી બસમાં બેસવા જવા મજબુર બન્યાં





