ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : CBSEની પરીક્ષાનો પ્રારંભ,ધો.12 ના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર કંકુ તિલક કરી આવકાર્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : CBSEની પરીક્ષાનો પ્રારંભ,ધો.12 ના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર કંકુ તિલક કરી આવકાર્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો બુધવારે પ્રારંભ થયો હતો ગુજરાત સહીત દેશભરના અને વિદેશના 26 દેશોમાંથી લાખ્ખો વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે મોડાસા શહેરની બી-કનઈ સ્કૂલમાં પરીક્ષાર્થીઓને મોં મીઠુ કરાવી કંકુ તિલક કરી આવકારી ઉમદા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા- હિંમતનગર રોડ પર આવેલ મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી-કનઈ સ્કૂલમાં વહીવટી મંડળના ટ્રસ્ટીઓ અને શૈક્ષણિક સ્ટાફે સીબીએસઈ બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને મોં મીઠુ કરાવી કંકુ તિલક કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી પરીક્ષાર્થીઓને તેમના મન પરીક્ષા માટે રહેલ ડર ને દૂર કરવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો

INBOX : CBSEની મહત્વપૂર્ણ એડવાઈઝરી

પરીક્ષા પૂર્વે CBSEએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી જેમાં બોર્ડે ચેતવણી આપી છે કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર લીક અંગે ખોટી અફવાઓ ફેલાવે છે. CBSEએ તમામને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે, જેથી વિદ્યાર્થીઓની તૈયારી પર કોઈ નકારાત્મક અસર ન પડે.

Back to top button
error: Content is protected !!