MORBI મોરબી શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર

MORBI મોરબી શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ,મહાકાલ ગ્રુપ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળ
શિવશક્તિ સેવા સંગઠન,અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દિનાંક:- ૨૫/૦૫/૨૦૨૫ ના રોજ થી શરૂ થતા પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન મોરબી જિલ્લાના અનેક જાહેર સ્થળો જ્યાં હિન્દુ દેવી દેવતાઓના મંદિર પણ આવેલા હોય છે જ્યાં હિન્દુ સમાજ દ્વારા પૂજા પાઠ કરવામાં આવતી હોય છે અને જ્યારે આ મહિના મા આવતા પવિત્ર તહેવાર અનુસંધાને હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને એવી જગ્યા પર નોનવેજ ખાદ્યસામગ્રીની હોટલો, દુકાનો કે લારીઓ આવેલી હોય છે તો આ પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન નોનવેજ ખાદ્યસામગ્રીની હોટલો, દુકાનો કે લારીઓ દ્વારા નોનવેજના વેચાણ પર સંપૂર્ણ રીતે મોરબી જિલ્લા વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવે તે અંગે મોરબી જિલ્લા કલેક્ટર તથા મોરબી મહાનગરપાલિકા કમિશનર ને આવેદન આપવામાં આવ્યું હતું અને જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા નોનવેજ ખાદ્યસામગ્રીનું વેચાણ બંધ કરાવામાં માટે ઉપગ્રહ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેને તંત્ર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંપૂર્ણ રીતે બંધ થાય તેની અમલવારી કરાવવામાં આવે અને ક્યાંય પણ આ મહિનામા જાહેર વેચાતું હોય તો તાત્કાલિક ના ધોરણે બંધ કરાવવામાં આવે જો બંધ કરાવવામાં નહીં આવે તો મોરબી સર્વે હિન્દુ સંગઠન અને સનાતની હિન્દુ સમાજ દ્વારા સંપૂર્ણ વિરોધ કરવામાં આવશે







