GUJARATKUTCHMANDAVI

કચ્છમાં બિનવારસી હાલતમાં 27 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, અત્યાર સુધી BSFએ 139 પેકેટ કબ્જે કર્યા 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ જૂન : કચ્છમાં ફરી એક વખત બિનવારસી હાલતમાં 27 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. BSF અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. 48 કલાક સુધી રણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન બાદ 27 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. હજુ પણ BSF અને NCB દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.કચ્છમાં સતત 15 દિવસથી મળી રહેલા ડ્રગ્સના પેકેટને લઇને કચ્છના દરિયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે. શનિવારે પણ જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ચરસના 30 પેકેટ મળી આવ્યા હતા.જખૌ મરીન કમાન્ડોની ટીમે સિંધોડી નજીક 10 ચરસના પેકેટ કબ્જે કર્યા હતા. જે પેકેટ પર નાર્કો છાપેલુ છે. બીજી તરફ BSFની ટીમે જખૌના દરિયાઇ ટાપુ નજીક 10 પેકેટ કબ્જે કર્યા હતા.અત્યાર સુધી BSFએ 139 પેકેટ કબ્જે કર્યા હોવાનું જણાવ્યું હતું. અત્યાર સુધી કચ્છના માંડવીથી કોટેશ્વર સુધીના દરિયાઇ વિસ્તારમાં મોરફીન, ચરસ, હેરોઇનના પેકેટ મળી આવ્યા છે. ડ્રગ્સના ડામવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. બિનવારસી પેકેટો કોઇ વ્યક્તિના હાથમાં ન આવે તે માટે દરિયાઇ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ એક મહિનાથી રઝડપાટ કરી રહી છે. દલદલી ક્રીક વિસ્તારમાં જઇને ઓપરેશન પાર પાડી રહી છે.પીરસનાઇ, કોરીક્રીક, સરક્રીક, કોટેશ્વર, જખૌના જુદા જુદા ટાપુ પર જઇને સર્ચ સુરક્ષા દળની ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું છે.સુરક્ષાદળોના કહેવા મુજબ હજુ પણ દરિયાઇ વિસ્તારમાં પેકેટો મળવાની શક્યતા છે. યુવાધનને બરબાદ કરે તે પૂર્વે જ નસીલા પદાર્થોને સુરક્ષાદળો દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!