દસાડા તાલુકાના વડોદ ગામનાં આવેલ ભંગારના ડેલામાં લાગી ભીષણ આગ

તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં દસાડા તાલુકાના વણોદ ગામમાં આજે ભંગારના વાડામાં ભીષણ આગ લાગી છે ભગુભાઈ પંચાલની જમીન પર આવેલા રવિભાઈના ભંગારના વાડામાં અચાનક આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ વણોદ ગ્રામ પંચાયતના સરપંચ અને દસાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગની ગંભીરતાને જોતાં બહુચરાજીથી ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી હતી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી આગમાં ભંગારના વાડામાં મોટું નુકસાન થયું છે જોકે, રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી ઉલ્લેખનીય છે કે પાટડી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં આ ચોથી આગની ઘટના નોંધાઈ છે આ અગાઉ ત્રણ અલગ-અલગ સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ બની હતી આ સતત થઈ રહેલી આગની ઘટનાઓએ વિસ્તારના લોકોમાં ચિંતા ઉભી કરી છે.




