ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : હોટલ ઓનર એસોસિએશન પ્રમુખ દિલીપ પટેલનું સેવાકીય કાર્યો બદલ અમદાવાદ હોટલ એસોસિએશન દ્વારા સન્માન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : હોટલ ઓનર એસોસિએશન પ્રમુખ દિલીપ પટેલનું સેવાકીય કાર્યો બદલ અમદાવાદ હોટલ એસોસિએશન દ્વારા સન્માન

અરવલ્લી જિલ્લા હોટલ ઓનર એસોસિએશનના પ્રમુખ તથા નામાંકિત વેપારી દિલીપ ધનજીભાઈ પટેલ મોડાસા શહેર સહિત સમગ્ર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. સમાજસેવા, માનવતાવાદી કામગીરી અને વિવિધ લોકહિત કાર્યો દ્વારા તેમની સેવાઓએ સમગ્ર વિસ્તારમાં સેવાની અનેરી સુવાસ ફેલાવી છે.અમદાવાદ હોટલ ઓનર એસોસિએશનના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં અમદાવાદ ખાતે આયોજિત શતાબ્દી મહોત્સવ દરમિયાન દિલીપ પટેલની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ હોટલ ઓનર એસોસિએશન દ્વારા તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માનથી દિલીપ ધનજીભાઈ પટેલે સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હોવાનું જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા હોટલ ઓનર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો તેમજ શહેરના અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને દિલીપ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!