
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી કૃષિ વિકાસ કેન્દ્ર દ્વારા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી FPO વિશે માહિતી આપી, શેર લીધેલ ખેડૂતોને સીધો ફાયદો
અરવલ્લી જિલ્લામાં હાલ ખેડૂતોના હિત ને ધ્યાનમાં રાખી અને ખેડૂતો ને થતો ફાયદો જેને લઇ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં અરવલ્લી કૃષિ વિકાસ કેન્દ્ર છેલ્લા બે વર્ષ થી કાર્યરત છે જેને લઇ પોગ્રામ કોઓડીનેટર તરીકે હાલ ચાર રાજ્યમાં કાર્યરત અને ગુજરાતમાં ચાલતી કુલ 16 FPO ના હેડ રવિ પાટીલ એ વિવિધ ગામડાઓ ના ખેડૂતો સાથે મુલાકાત લીધી હતી જેમાં ધાંધિયા, અંતોલી, પાણીબાર, પટેલ છાપરા સહીત ગામડાઓમાં ખેડૂતો સાથે વાર્તાલાપ કરી કંપની વિશે માહિતી આપી હતી સાથે FPO ના પોગ્રામ ઓફિસ મનીષાબેન ગાવેતએ પણ FPO સાથે જોડાઈને થતા ફાયદા અને કંપની સાથે કઈ રીતે ખેડૂતો જોડાઈ શકે છે તે માટે માહિતી આપી હતી સાથે FPO ના ચેરમેન રમણભાઈ પટેલ પણ ખેડૂતોના હિત ને લઇ કંપની સાથે જોડાવવા ખેડૂતોને રજુઆત કરવામાં આવી હતી સાથે કંપની ના BOD બાબુભાઇ અને શૈલેન્દ્રસિંહ ઝાડેજા દ્વારા પણ માહિતી આપવા આવી હતી હાલ અરવલ્લી કૃષિ વિકાસ કેન્દ્ર માં કુલ 305 જેટલા શેર લઇ ખેડૂતો જોડાઈ ચુક્યા છે અને વધુ પચાસ જેટલા ખેડૂતો એ પોતાની નોંધણી કરાવી છે કૃષિ કેન્દ્ર ની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં કુલ 16 કૃષિ કેન્દ્ર સરકાર ના સહિયારા પ્રયત્ન દ્વારા કાર્યરત છે અને ગુજરાત સહીત અન્ય ત્રણ રાજ્યના કુલ 50 કૃષિ કેન્દ્ર ચાલુ છે હાલ અરવલ્લી કૃષિ વિકાસ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ તેમજ ખેડૂતોના ફાયદા અને યોજના થકી થતી વિવિધ અરજીઓ પણ ઓછા દરમાં ઓનલાઇન કરી આપવામાં આવે છે હાલ કેન્દ્ર દ્વારા પશુદાણ નું વિતરણ પણ કરવામાં આવી રહયું છે આગામી સમયમાં ખેતી માટેના બિયારણ તેમજ ખાતર દવાઓ નું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું





