ARAVALLIGUJARATMODASA

અરવલ્લી –  એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : 31.94  લાખનો વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા,મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : 31.94  લાખનો વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા,મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂ


અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદમાં જાલોદર ગામની સીમ પાસે મોડાસાથી માલપુર જતા હાઈવે પર આવેલ સવેરા હોટલના કમ્પાઉન્ડમાંથી એલ.સી.બી. પોલીસએ મોટી કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે કુલ રૂ.67,99,818ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. પીઆઈ એમ.એચ. ઝાલાની આગેવાનીમાં ટીમે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી

 

પોલીસને સ્થળ પરથી RJ-09-GE-4533 નંબરની ટાટા કંપનીની બંધ બોડી ટ્રક મળી આવી હતી. ટ્રકની તપાસ દરમિયાન લોખંડના સામાનની આડમાં 233 પેટીમાં ભરેલી કુલ 4992 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.31,94,400 હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ટ્રક ચાલક ખાલીદ રહેમાન ફતેખાં (રહે. સાલાહેડી, નુહ, હરિયાણા) તથા તેના સાથી સાકીબ શબ્બીર મેવ (રહે. સાલાહેડી, નુહ, હરિયાણા) ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં દારૂ હરિયાણાથી લાવી વાપી પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે દારૂ ઉપરાંત ટ્રક (રૂ.15 લાખ), લોખંડનો સામાન (રૂ.20,84,918), બે મોબાઈલ (રૂ.20,000) અને એક જીપીએસ (રૂ.500) મળી કુલ રૂ.67,99,818નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ કેસમાં અખલાસ ઉર્ફે અકકી (રહે. સાલાહેડી, નુહ, હરિયાણા)ને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!