ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ રાયોટીંગના ગુન્હાના બે અને અપહરણના ગુન્હાના 11 વર્ષથી ફરાર આરોપીને દબોચ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ રાયોટીંગના ગુન્હાના બે અને અપહરણના ગુન્હાના 11 વર્ષથી ફરાર આરોપીને દબોચ્યા

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ જીલ્લામાં ગુન્હા આચારી નાસતા ફરતા આરોપીઓ સામે ગાળિયો કશ્યો છે માલપુર પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર નાથાવાસના બે આરોપી અને રાજસ્થાન રાજ્યના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણના ગુન્હાના ધનસુરામાં રહેતા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે ગુન્હા આચારી પોલીસને હાથતાળી આપતા આરોપીઓને દબોચી લેવા બાતમીદારો સક્રિય કરતા માલપુર પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર નાથાવાસ ગામના છગન દેવા ખાંટ અને સવા દેવા ખાંટ નામના બંને ભાઈ તેમના ઘરે આવ્યા હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ તાબડતોડ આરોપીના ઘરે પહોંચી દબોચી લઇ માલપુર પોલીસને સુપ્રત કર્યા હતા રાજસ્થાનના ઝાલોર જીલ્લાના દાસપા ગામનો અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 વર્ષ અગાઉ હરીશ બાબુ પરમાર સામે અપહરણનો ગુન્હો નોંધતા ફરાર થઇ ગુજરાત ભાગી આવ્યો હતો રાજસ્થાન પોલીસને છેલ્લા 11 વર્ષથી હાથતાળી આપનાર અને ધનસુરાના બાયડ રોડ પર રહેતો હરીશ બાબુ પરમાર નામનો આરોપી ધનસુરા બસ સ્ટેન્ડ આગળ ઉભો હોવાની LCB ને બાતમી મળતા હરીશ પરમારને ઝડપી લેતા અપહરણ કર્તા આરોપીના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે હરીશ પરમારને જેલના સળિયા પાછળ ધકેલી દઈ રાજસ્થાન પોલીસને સોંપવા માટે તજવીજ હાથધરી હતી

Back to top button
error: Content is protected !!