ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ નાસતા-ફરતા બે આરોપીને દબોચ્યા,ધનસુરા પોલીસે 11 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ નાસતા-ફરતા બે આરોપીને દબોચ્યા,ધનસુરા પોલીસે 11 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણ ઉકેલ્યા ગુન્હા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે માલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મહીસાગર જીલ્લાના આરોપીને ચોરીવાડ ત્રણ રસ્તા નજીકથી તેમજ છેડતીના ગુન્હમાં ફરાર રીંછવાડના આરોપીને મોડાસા જીલ્લા સેવાસદન નજીકથી ઝડપી લીધો હતો ધનસુરા પોલીસે 11 વર્ષીય સગીરાનું અપહરણકર્તાને સીમલીકંપાની કલ્યાણ ક્વોરીમાંથી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઇ વી.ડી.વાઘેલા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા માલપુર પોલીસને છેલ્લા બે વર્ષથી અપહરણના ગુન્હામાં હાથતાળી આપતો આરોપી કનુ ઉર્ફે શૈલેષ પુજા મછાર (રહે,મછારના મુવાડા,નરોડા-મહીસાગર) ચોરીવાડ ત્રણ રસ્તા નજીક ટહેલતો હોવાની બાતમી મળતાં તાબડતોડ ચોરીવાડ ત્રણ રસ્તા નજીક પહોંચી આરોપીને દબોચી લીધો હતો તેમજ માલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીના ગુન્હામાં નાસતા ફરતાં આરોપી પ્રકાશ હરીભાઈ તરાર (રહે,રીંછવાડ-માલપુર)ને અરવલ્લી જીલ્લા સેવાસદન મોડાસા નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ધનસુરા પીએસઆઇ બી.બી.ડાભાણિ અને તેમની ટીમે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુન્હાની ગંભીરતા સમજી આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી ટેકનિકલ સર્વલ્સના આધારે 11 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર વીરસીંગ રામસીંગ રાવત (રહે,કલ્યાણ ક્વોરી,સીમલીકંપા)માંથી ઝડપી પાડી અપહત્ય સગીરાનો છુટકારો કરાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!