ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ 48 કલાકમાં ટ્રક અને બ્રેઝા કારમાંથી 22. 24 લાખનો શરાબ જપ્ત કરી બુટલેગરો પર સપાટો 

ભિલાડાના અંબાસર ગામ નજીક બે પલ્સર બાઈક પર હેરાફેરી થતો 2.65 લાખના દારૂ સહિત 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ 48 કલાકમાં ટ્રક અને બ્રેઝા કારમાંથી 22. 24 લાખનો શરાબ જપ્ત કરી બુટલેગરો પર સપાટો

ભિલાડાના અંબાસર ગામ નજીક બે પલ્સર બાઈક પર હેરાફેરી થતો 2.65 લાખના દારૂ સહિત 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે પોલીસતંત્રને આદેશ આપતા પોલીસ દોડતી થઈ છે જીલ્લા એલસીબી પોલીસે બે દિવસમાં ટ્રક અને બ્રેઝા કારમાંથી લાખ્ખો રૂપિયાના દારૂ સહિત 42 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બન્યા છે જીલ્લાના માર્ગો પરથી વિદેશી દારૂની લાઇનો ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ જીલ્લાના માર્ગો પર સતત પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના કીમિયાને નિષ્ફળ બનાવી રહી છે એલસીબી પોલીસે અમદાવાદ-ઉદેપુર હાઇવે પર દાવલી નજીક વાહનોનું સઘન ચેકિંગ હાથધરી ટ્રકમાં ચિનાઈ માટીની નીચે સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ – 2904 કિં.રૂ.15.19 લાખ સહિત મોબાઈલ અને ટ્રક મળી કુલ.રૂ.30.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લક્ષ્મણ લાલ કિશનલાલ કીર અને નરેન્દ્ર મોંઘીલાલ રાવ (બંને,રહે.રાજસ્થાન)ને દબોચી લઇ વિદેશી દારૂ ટ્રકમાં ભરી આપનાર પપ્પૂ રામલાલ કીર (રહે,નકુમ-રાજસ્થાન)સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ટીંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુનોખ ગામથી બોલુન્દ્રા તરફ આવતા રોડ પર જાલીયા ગામની સીમમાંથી એલસીબી પોલીસે બ્રેઝા કારમાંથી 7.05 લાખના વિદેશી દારૂ દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર નિઝામુદ્દીન મોં.યુસુફ પઠાણ (રહે,ચિતવન સોસાયટી,ચાંદખેડા-અમદાવાદ) અને પવન કનુંજી ઠાકોર (રહે,ચમનપુરા-અમદાવાદ)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન પાટીયા નજીક ઠેકાના સંચાલક ધપા નામના બુટલેગર સામે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Back to top button
error: Content is protected !!