ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCBએ ખેતરમાંથી કેબલ ચોરતી બે ભાઈને રીક્ષા સાથે દબોચી 3 ગુન્હાનો ભેદ ઉકેલ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ ખેતરમાંથી કેબલ ચોરતી બે ભાઈને રીક્ષા સાથે દબોચી 3 ગુન્હાનો ભેદ ઉકેલ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરતા ભિલોડા સહીત જીલ્લામાં ખેતરમાં લગાવેલ ડ્રિપની લાઈન અને મોટર કેબલ ચોરી કરતી રાજસ્થાનની કાલબેલીયા ગેંગના બે સાગરીતો ચોરી કરેલ ડ્રિપના વાયર અને કેબલ સાથે રીંટોડા તરફ આવી રહેલ હોવાની બાતમી મળતા એલસીબીએ રીક્ષા સાથે બંને આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.
એચ.ઝાલા અને તેમની ટીમને ભિલોડાના રીંટોડા ગામ નજીક રીક્ષામાંથી ડ્રિપની પાઇપ અને કેબલ સાથે ખેમરાજ ધનાભાઇ કનીફા અને દિનેશ ઉર્ફે દેવો ધનાભાઈ કનીફા (રહે,ખજૂરી-રાજ)ને અટકાવી આગવી ઢબે પૂછપરછ કરતા રીક્ષામાં રહેલ ડ્રિપ લાઈન લીલછા ગામની સીમમાંથી તેમજ મેઘરજ બેલ્યો ગામ નજીકથી મોટર સાથે કેબલ ચોરી કરી હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી ચોરી કરેલ ડ્રિપ અને કેબલ વાયર મળી રૂ.12 હજાર અને રીક્ષા મળી કુલ.રૂ.1.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો

Back to top button
error: Content is protected !!