ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી : એલ.સી.બી. દ્વારા મેઘરજ વિસ્તારમાં ઢોર ચોરીનો વણશોધાયેલ ગુન્હો ઉકેલાયો — બે આરોપીઓ ઝડપાયા, રૂ. 4.23 લાખનો મુદ્દામાલ કબ્જે

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : એલ.સી.બી. દ્વારા મેઘરજ વિસ્તારમાં ઢોર ચોરીનો વણશોધાયેલ ગુન્હો ઉકેલાયો — બે આરોપીઓ ઝડપાયા, રૂ. 4.23 લાખનો મુદ્દામાલ કબ્જે

મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો ઢોર ચોરીનો વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી. અરવલ્લી દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે. પોલીસે કુલ ૪ બકરીઓ (કિંમત રૂ. 23,000/-) તથા હોન્ડા ઝાઝ કાર (કિંમત રૂ. 4,00,000/-) સહિત મળીને રૂ. 4,23,000/-નો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને ઝડપી લીધા છે.એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાનીમાં પો.સ.ઇન્સ વી.જે. તોમર, પો.સબ.ઇન્સ વી.ડી. વાઘેલા, સી.એમ. રાઠોડ તથા ટીમના સ્ટાફ દ્વારા રોલા ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન આ સફળ કાર્યવાહી અંજામ આપવામાં આવી.

ચેકિંગ દરમ્યાન મોડાસાથી આવતી હોન્ડા ઝાઝ કંપનીની કાર નં. GJ-01-RK-9029ને શંકાસ્પદ જણાતા રોકી તપાસ કરતાં તેની ડિકીમાં ચાર બકરીઓ મળી આવી. ગાડીમાં બેઠેલા બે ઇસમ(૧) રાહુલ હરેશભાઇ પરમાર (ઉ.વ. 22) રહે. ચકલાસી, નડિયાદ (૨) સંજયભાઈ સુરેશભાઈ તળપદા (ઉ.વ. 21) રહે. નડિયાદની કડક પુછપરછ કરતાં એમણે કબૂલ કર્યું કે પાંચેક મહિના અગાઉ મેઘરજની અંદરની સોસાયટીમાંથી ત્રણ બકરીઓ અને એક બકરો ચોરી કર્યો હતો. ચોરાયેલ બકરીઓમાંથી એક બકરી મરી જવાથી બાકી રહેલી ચાર બકરીઓને આજે સીમલવાડા મંડીમાં વેચવા જઈ રહ્યા હતા તેવું સ્વીકાર્યું.પોલીસે બકરીઓ તથા ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી માટે મેઘરજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

ઉકેલાયેલા ગુન્હા

1. મેઘરજ પો.સ્ટે ગુ.ર.નં. 11188007250374/2025, BNS કલમ 303(2)

2. મેઘરજ પો.સ્ટે ગુ.ર.નં. 11188007250522/2025, BNS કલમ 303(2)

પકડાયેલા આરોપીઓ

1. રાહુલ હરેશભાઇ પરમાર, ઉંમર 22, રહે. ચકલાસી ભાગોળ, નડિયાદ

2. સંજયભાઈ સુરેશભાઈ તળપદા, ઉં

મર 21, રહે. શાળા નં. 24 નજીક, નડિયાદ

Back to top button
error: Content is protected !!