
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: મોડાસા શહેરના પાવન સીટી વિસ્તારમાં જાહેર માર્ગ પર અંગ્રેજી દારૂ ની ખાલી બોટલો મળતા ભારે રોષ
મોડાસા શહેરના હાર્દ સમા પાવનસીટી રોડ પર ખુલ્લેઆમ અંગ્રેજી દારૂની ખાલી બોટલો પડેલી મળવી એ ગુજરાતની દારૂબંધી પર મોટો ધબકાર છે. જાગૃત નાગરિકો દ્વારા વિડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેર માર્ગ પર આ રીતે દારૂની બોટલો જોવા મળવી એ પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે ખાસ કરીને પાવન સીટી વિસ્તારમાં રાત્રિના સમયે ખાણીપીણી તેમજ અવરજવર સાથે મોટી ભીડ પણ જોવા મળે ત્યારે જાહેર રસ્તા પર ખાલી દારૂની બોટલો રસ્તાપર જોવા મળતા વિડિઓ વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે આ સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઈ પટેલે માંગ કરી છે.જો તંત્ર દ્વારા ચોક્કસ પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ દ્વારા જનરોષ સાથે આંદોલન કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહેશે.




