ARAVALLIGUJARATMALPUR

અરવલ્લી : માલપુર PSI એ 2 કોન્સ્ટેબલ,2 TRB અને 1 શખ્સ સામે દારૂ પીધેલાનો ગુન્હો નોંધાવ્યો,ખાખી પર કલંક 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : માલપુર PSI એ 2 કોન્સ્ટેબલ,2 TRB અને 1 શખ્સ સામે દારૂ પીધેલાનો ગુન્હો નોંધાવ્યો,ખાખી પર કલંક

SP શૈફાલી બારવાલે માલપુર પોલીસકર્મીઓ અને ટીઆરબી જવાનોનો દારૂ પાર્ટીનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચારને સસ્પેન્ડ કર્યા હતા હેલોદરના સાદરડા ગામ નજીક બે પોલીસકર્મીઓ, બે ટીઆરબી જવાને ખાનગી વ્યક્તિ સાથે મળી કરેલ દારૂ પાર્ટીનો વિડીયો સોશ્યલ મીડિયામાં થયો હતો વાયરલ ફોરેન્સિક લેબમાં દારૂ પાર્ટી કરનાર બે પોલીસકર્મી,બે ટીઆરબી જવાન અને ખાનગી વ્યક્તિના બ્લડ રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવતા 5 સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ જીલ્લા માટે દુષણ બનેલ દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાના ચક્રવ્યૂહને તોડી પાડવા કટિબદ્ધ છે જો કે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવતા હોવાની બૂમો છાસવારે ઉઠતી રહે છે થોડા મહિના અગાઉ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ,બે ટીઆરબી જવાન અન્ય એક ખાનગી વ્યક્તિ સાથે મળી દારૂની પાર્ટી કરી હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખાખીની શાખ ખરડાતા જીલ્લા એસપી શૈફાલી બારવાલે માલપુર પીએસઆઈ માળીને વાયરલ વિડીયો અંગે તપાસ સોંપી હતી ચાર ખાખીધારી સહીત અન્ય એક વ્યક્તિ સામે જાણવાજોગ ફરિયાદ નોંધી SP શૈફાલી બારવાલે ચારેને સસ્પેન્ડ કરી દીધા હતા આ ઘટનામાં હવે માલપુર પીઆઈઆઈ માળીએ પ્રોહિબિશન એક્ટ હેઠળ 5 સામે ગુન્હો નોંધાવી તપાસનો કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

માલપુર તાલુકાના હેલોદર સાદરડા ગામે રાત્રિના સમયે બીયર અને વિદેશી દારૂની પાર્ટી કરતા હોવાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ચકચાર મચી હતી. જિલ્લા પોલીસવડાની સૂચના થી માલપુર પીએસઆઇ દ્વારા તપાસ કરતાં બે કોન્સ્ટેબલ બે ટીઆરબી અન્ય એક શખ્સ હોવાનું બહાર આવતા રીપોર્ટ માં પાંચ શખ્સો દારૂનો નશો કરેલ જણાતા પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે,

માલપુર તાલુકા પંથક માં દારૂની પાર્ટી કરતા હોવાનો વિડિયો 19 સપ્ટેમ્બર 2023 ના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે માલપુર પીએસઆઇએ તપાસ કરતા માલપુર પોલીસ સ્ટેશનના એએસઆઇ. દોલાભાઈ માનાભાઈ,પો.કો.વિક્રમસિંહ પ્રતાપસિંહ,ટીઆરબી હિંમતભાઈ ઇશ્વરભાઇ ખાંટ, વિજયભાઈ રયજીભાઈ ખાંટ, ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે નશો કર્યો હોવાનું બહાર આવતા તેમને સસ્પેન્ડ કરી જાણવા જોગ નોંધી વધુ તપાસની કાર્યવાહી કરી હતી, અન્ય જયદીપસિંહ નટવરસિંહ રાઠોડ આમ પાંચ શખ્સોએ બીયર તથા વિદેશી દારૂનો નશો કરેલ છે કે નહીં જેની તપાસ આરંભી હતી. અને પાંચના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમના રીપોર્ટ માં આલ્કોહોલની હાજરી જણાતાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા ચકચાર મચી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!