GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ

પ્રથમ દિવસે 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ.

તા.18/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રથમ દિવસે 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ.

ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે જે અંતર્ગત પહેલા જ દિવસે જિલ્લામાં કુલ 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે જિલ્લામાં પહેલા જ દિવસે હટાવાયેલી જાહેર મિલકતો પરથી 1224 જેટલા વોલ પેઇન્ટિંગ, 274 પોસ્ટર, 200 બેનર અને અન્ય 410 એમ કુલ 2108 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે જ્યારે ખાનગી મિલકતો પરથી 269 વોલ પેઇન્ટિંગ, 427 પોસ્ટર, 05 બેનર અને અન્ય 02 એમ કુલ 703 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી છે આમ, કુલ 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે આ ઉપરાંત જાહેર મિલકત પરની 165 તથા ખાનગી મિલકતો પરથી 22 જેટલા પ્રચારાત્મક લખાણો રેખાંકનોને ભૂંસવાની મિટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર થયાનાં 24 કલાકની અંદર સરકારી મિલકતો પરથી આ પ્રકારની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવાની રહે છે જ્યારે બ્રિજ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ જેવી જાહેર જગ્યાઓ અને જાહેર મિલકતો પર બિનઅધિકૃત રીતે લાગેલી આવી સામગ્રી 48 કલાકની સમયમર્યાદામાં દૂર કરવાની રહે છે જ્યારે ખાનગી જગ્યાઓ પર બિન અધિકૃત રીતે લાગેલી આ પ્રકારની રાજકીય પ્રચારાત્મક સામગ્રી 72 કલાકની અંદર દૂર કરવાની થાય છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!